સોચો બહુ તો એવું લાગે,
વ્યર્થ બહું આ કહેવું લાગે.
હોય ફક્ત કાગળનો ડૂચો,
કોઈ વખત પારેવું લાગે.
આંસુ તો છે રોકડ નાણું,
સ્મિત કરો તો દેવું લાગે.
છાયો હો વર્ષાનો પાલવ,
સઘળું સપનાં જેવું લાગે.
દૂર જઈને ખુદને દેખો,
તો મુશ્કિલ ક્યાં સહેવું લાગે?
અણગમતી ચીજો ના ગણશો,
આંગળીઓને કેવું લાગે !
( હેમેન શાહ )
Namaskar !!
Nice Poem !!
Regards !!
Prakash GADHAVI !!
સુંદર રચના… સોચો અને મુશ્કિલ શબ્દ ખટક્યા…