કવિતા લખવા વિશે પ્રશ્ન Oct16 જે ક્યારેય ખીલ્યું નથી એ ફૂલની કવિતા હું લખીશ. કેવો હશે તેનો રંગ આંખ ઓળખી શકશે? કેવો હશે આકાર આંગળીઓ ઉકેલી શકશે? કેવી સુવાસ…? હું જાણતો નથી છતાં લોહી ધમરોળું છું ને નખ તો દિવસે દિવસે વધતા જાય છે. હું અડકવા જઉં છું ત્યાં પતંગિયું પથ્થર બની જઈ કવિતાના અક્ષર સાથે અથડાય છે. આવા સમયમાં જે ક્યારેય ખીલી શક્યું નથી એ ફૂલની કવિતા કેમ કરી લખે કોઈ? ( રાજેશ પંડ્યા )
saras…
ખૂબ સરસ અછાંદસ…્જે ખીલ્યુ નથી એ ફૂલની કવિતા…શું કલ્પના છે..
સપના