નવો સૂરજ

Sunrise_over_the_sea

આજે

સાંજના

સૂરજ રાતોપીળો થઈને

ડૂબી ગયો !

કાલે સવારે

જરૂર થશે કોઈક નવાજૂની !

એવો ભય

ફેલાઈ ગયો રાતના અંધકારમાં…

પણ કંઈ થયું નહિ.

સવારે

એનો એ જ સૂરજ ઊગ્યો

ને આથમી ગયો !

આપણે માનીએ છીએ એટલો

આ સૂરજ

ક્રાંતિકારી નથી !

આપણે

જન્માવવો પડશે હવે

કોઈક નવો જ સૂરજ !


( મંગળ રાઠોડ )

One thought on “નવો સૂરજ

 1. નવા વર્ષે નવા સૂરજની વાત…સરસ..

  આજથી આરંભાતુ,

  અભિનવ આદિત્યનું,

  અનેરું આગમન,

  આપને અને આપના આપ્તજનોને,

  અખંડ આનંદ,

  અદ્વિતિય ઐશ્વર્ય,

  અને અખૂટ આયુષ્ય અર્પે,

  એવી અમારી,

  આરાધ્યદેવને,

  અંતરની અભિલાષા,અભ્યર્થના

  અને આરાધના……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *