ભીંતો હતી કે બારણું બાકી રહ્યું નથી,
ખંડેરનું સંભારણું બાકી રહ્યું નથી.
નામોનિશાન આપણું બાકી રહ્યું નથી.
પોતાના હો કે પારકા ચહેરા જ હોય છે,
માણસમાં કંઈ હોવાપણું બાકી રહ્યું નથી.
શેરી, ગલી ને ગામ-સૌ અકબંધ રહી ગયાં,
કલરવ ભરેલું આંગણું બાકી રહ્યું નથી.
જ્યારે કરું છું જાતરા મનના મુલક સુધી,
સંબંધ નામે બારણું બાકી રહ્યું નથી.
( કુમાર જૈમિનિ શાસ્ત્રી )