શ્રદ્ધાંજલિ

Preeti, Nita, Sudha (Baku), Bhavini, Parul, Dipti, Heena

उसके आ जाने की उम्मींदे लिए

रास्ता मूड मूड के हम तकते रहें

  

 

કોની રાહ જોઈએ છીએ? કોનો ઈન્તઝાર કરીએ છીએ? જાનેવાલે કભી લૌટકર નહીં આતે. 

 

સાત સખીઓના આ ફોટોગ્રાફમાંથી એક વ્યક્તિ તા. ૧૬/૦૩/૨૦૧૦ના રોજ ઓછી થઈ ગઈ. બકુ ઉર્ફે સુધા બંકિમચંદ્ર પારેખ (રતલામ) એ આ દુનિયામાંથી વિદાય લીધી. 

 

એની સાથેના તમામ સંસ્મરણો માનસપટ પર તરવરી રહ્યા છે. બાળપણ અમે સૌએ સાથે વીતાવ્યું. પહેલેથી જ એનું વ્યક્તિત્વ સીધું, સાદું અને સરળ રહ્યું. અમારા સૌમાં એ સૌથી મોટી હતી પરંતુ કોઈ દિવસ એણે એની મોટપનો અધિકાર કોઈ પર બતાવ્યો હોય એવું યાદ નથી. અમે સૌ એના કરતાં નાના તો પણ એને તું કહીને જ સંબોધી શકતા હતા. એનું વ્યક્તિત્વ શાંત, સરળ, નિષ્પાપ, નિરાભિમાની, નિરુપદ્રવી અને કંઈક અંશે આંતરમુખી હતું. તેના સ્વભાવમાં કશીક મીઠાશ હતી, સામી વ્યક્તિને પોતીકી બનાવી લે એવી એક આગવી સુગંધ હતી, જે હવે માત્ર સ્મૃતિ બની ગઈ છે.

 

 

 

પરણીને રતલામ ગઈ. પછી જ્યારે આવવાનું થતું ત્યારે પહેલાના જેટલા જ ઉમળકાથી મળતી. આટલી માંદગીમાં પણ કોઈ ફરિયાદ એના ચહેરા પર જોવા ન મળતી. જ્યારે પણ પૂછીએ ત્યારે જવાબ મળતો-સારું છે. તારી હિંમતને જોઈને લાગતું હતું કે તું મૃત્યુને જીતી જઈશ. પણ બકુ તું આટલી વહેલી ચાલી જઈશ એવું કોઈએ ધાર્યું ન્હોતું.

 

સ્વજન-પ્રિયજનના મૃત્યુનો ઘા ઘણો વસમો હોય છે, જે માત્ર કાળ જ રૂઝવી શકે છે. સ્વજનની ખાલી જગ્યા આશ્વાસનના બોલથી ભરી શકાતી નથી.

 

બકુ તારા આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને તારા પરિવારજનોને તથા અમને સૌને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે એજ પ્રાર્થના હું કરું છું. તું સ્વર્ગસ્થ નથી થઈ અમારા સૌના હ્રદયમાં હ્રદયસ્થ થઈ છે.

 

તમામ સગા-સંબંધી અને મિત્રો વતી બકુને ભાવભીની શ્રદ્ધાંજલિ, લાગણીભીની પ્રેમાંજલિ તથા શોકાર્ત મૌન પાઠવું છું.

 

-હિના પારેખ

Share this

24 replies on “શ્રદ્ધાંજલિ”

  1. સ્વજનનાં નામની આગળ “સ્વ” લાગી જાય એ જીરવવું ખરેખર અઘરૂં છે… તમારી દોસ્તને શ્રધ્ધાંજલી…

  2. સ્વજનનાં નામની આગળ “સ્વ” લાગી જાય એ જીરવવું ખરેખર અઘરૂં છે… તમારી દોસ્તને શ્રધ્ધાંજલી…

  3. Dear Heena;
    Sending you one poem, which is just derived. I hope you will like it at this juncture.
    મ્રુત્યુ જ્યારે પણ જોયું
    બીજાને દ્વાર જ જોયું
    મ્રુત્યુ અને મારી વચ્ચે
    એક મોટું અન્તર જોયું
    પણ જ્યારે જાગીને જોયું
    તો પ્રતિપલ મ્રુત્યુ જોયું
    મ્રુત્યુના ગર્ભમા જન્મ અને
    જન્મના ગર્ભમા મ્રુત્યુ જોયું
    His Blessings;
    Sharad

  4. Dear Heena;
    Sending you one poem, which is just derived. I hope you will like it at this juncture.
    મ્રુત્યુ જ્યારે પણ જોયું
    બીજાને દ્વાર જ જોયું
    મ્રુત્યુ અને મારી વચ્ચે
    એક મોટું અન્તર જોયું
    પણ જ્યારે જાગીને જોયું
    તો પ્રતિપલ મ્રુત્યુ જોયું
    મ્રુત્યુના ગર્ભમા જન્મ અને
    જન્મના ગર્ભમા મ્રુત્યુ જોયું
    His Blessings;
    Sharad

  5. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

    “તું ‘સ્વર્ગસ્થ’ નથી થઈ, અમારા સૌના હ્રદયમાં ‘હ્રદયસ્થ’ થઈ છે” ગમ્યું.

  6. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

    “તું ‘સ્વર્ગસ્થ’ નથી થઈ, અમારા સૌના હ્રદયમાં ‘હ્રદયસ્થ’ થઈ છે” ગમ્યું.

  7. સાથ સાથ ચાલતી આ સખીઓ
    સાત સાત ચાલતી આ સખીઓ
    આજે કેમ ગણતરી બરાબર નથી
    કશુંક ખુટે છે, કોઈક ઘટે છે, ક્યાં હશે?

    સદગતને શ્રદ્ધાંજલી.

  8. સાથ સાથ ચાલતી આ સખીઓ
    સાત સાત ચાલતી આ સખીઓ
    આજે કેમ ગણતરી બરાબર નથી
    કશુંક ખુટે છે, કોઈક ઘટે છે, ક્યાં હશે?

    સદગતને શ્રદ્ધાંજલી.

  9. CONDOLENCES.

    DEAR HINAJI & FAMILY.

    SORRY TO HEAR THAT OUR BAKUBEN IS NO MORE WITH US. MAY

    HER SOUL REST IN PEACE.

    PLEASE GIVE OUR CONDOLENCES TO ALL THE FAMILY MEMBERS.

    PIYUSHJI & Family VALSAD.

  10. CONDOLENCES.

    DEAR HINAJI & FAMILY.

    SORRY TO HEAR THAT OUR BAKUBEN IS NO MORE WITH US. MAY

    HER SOUL REST IN PEACE.

    PLEASE GIVE OUR CONDOLENCES TO ALL THE FAMILY MEMBERS.

    PIYUSHJI & Family VALSAD.

  11. Really tough to feel that a friend, who can be reached by a phone or a message is no more today and nothing in the world can get them back to us…. its the time we really Miss ourself and the friend.

    સદગતને શ્રદ્ધાંજલી

  12. Really tough to feel that a friend, who can be reached by a phone or a message is no more today and nothing in the world can get them back to us…. its the time we really Miss ourself and the friend.

    સદગતને શ્રદ્ધાંજલી

  13. Lost a valuable thing of life.It is not going to be found out again.May masi’s soul rest in peace.

  14. Lost a valuable thing of life.It is not going to be found out again.May masi’s soul rest in peace.

  15. તસવીર જોઈને થયું કે: બાળપણ કેટલું નિર્દોષ હતું! સાદાઈમાં પણ કેટલો ઉમંગ હતો!
    આપનું દુ:ખ સમજી શકાય છે. એમની યાદને જ એમની હાજરી માનવી રહી.

  16. તસવીર જોઈને થયું કે: બાળપણ કેટલું નિર્દોષ હતું! સાદાઈમાં પણ કેટલો ઉમંગ હતો!
    આપનું દુ:ખ સમજી શકાય છે. એમની યાદને જ એમની હાજરી માનવી રહી.

  17. LARE to read this Post……
    May the Soul of SUDHA…your SAKHI & one who was in the PHOTO.
    DR> CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Heenaben ,…you used to visit Chandrapukar,…NOT seen you for LONG…may be you are able to REVISIT & read the Posts on HEALTH !

  18. LARE to read this Post……
    May the Soul of SUDHA…your SAKHI & one who was in the PHOTO.
    DR> CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Heenaben ,…you used to visit Chandrapukar,…NOT seen you for LONG…may be you are able to REVISIT & read the Posts on HEALTH !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.