બહાર ના શોધે-સુધીર પટેલ

By heenaparekh  

બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ !

એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !

આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે,

વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ !

જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ,

દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ !

વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,

ટેક લીધી એક દી તે રોજ રાખે, પાનબાઈ !

ફક્ત દીવાથી નહીં ફેલાય અજવાળું ‘સુધીર’,

વેણ બોલી ઊજળાં કૈં ઓજ રાખે, પાનબાઈ !

(સુધીર પટેલ)

Share

4 Comments

  1. Posted July 11, 2010 at 8:57 pm | Permalink | Reply

    ખૂબ સુંદર વેબસાઈટ, અભિનંદન…

    આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ !!, વાહ, વાહ

    અટકી ગયેલી ધારાઓ ફરી ઝરણાં અને નદીઓ થઈને વહે તેવી શુભકામનાઓ.

  2. Posted July 11, 2010 at 10:19 pm | Permalink | Reply

    સરસ રચના
    મક્તા વધુ ગમ્યો.

  3. Posted July 11, 2010 at 10:44 pm | Permalink | Reply

    જ્યા તમે ને હુ બેય પડી ગ્યાતા ત્યા જ ઉભા અડીખમ એય પણ !!

    કાશ હુ પણ એવો અડિખમ થાંભલો બની શકુ…..

  4. Posted July 12, 2010 at 4:19 pm | Permalink | Reply

    બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે પાનબાઈ !…

    સરસ રચના, ગંગાસતી ના ભજનો પણ આવાજ ઉત્તમ સાંભળેલ છે… જેના માર્મિક અર્થ ભરેલા હોઈ …

    અભિનંદન…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME