તારી બારી પર

By heenaparekh  

તારી બારી પર

ઝરમર ઝરમર વરસાદ પડે છે

તે હું છું

તારી બારી પર

એક ફૂલ ઝૂકેલી ડાળી છે

તે હું છું

તારી બારી પર

એક પંખીનો ટહુકો છે

તે હું છું

તારી બારી પર

હવાની અદ્રશ્ય લ્હેરખી છે

તે હું છું.

ઉઘાડ-બંધ થતી તારી બારી

તે પણ હું છું

તારી બારીની અંદર

કે બહાર

માત્ર હું છું

(ઉમાકાન્ત શ્રીનાથ)

Share

One Comment

  1. Sharad Shah
    Posted July 21, 2010 at 4:54 pm | Permalink | Reply

    આ સૂરજ ઊગે
    આ ગગન ગૂંજે
    વનરાઈ મસ્ત બની લહેરાય;
    આ તૂં દેખાય;
    આ હૂં દેખાય;
    પણ,
    આનું કારણ દેખાય?
    આ ગ્રહને તારા;
    આ ચાંદ સૂરજ;
    નિયમે અસ્ત ઉદય થાય;
    આ ચાંદ દેખાય;
    આ સૂરજ દેખાય;
    પણ,
    આ નિયંતા દેખાય?
    આ દિલ ધડકે;
    આ શ્વાસોશ્વાસ;
    ધડકન નો ધ્વનિ સંભળાય;
    આ દેહ ચરે;
    આ રક્ત ફરે;
    પણ;
    આ શક્તિ ભરે, દેખાય?
    જે દિ આ દેખાય;
    તે દિ હરિ દેખાય.
    શરદ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME