કોણ છે?

હું સતત મરતો રહ્યો, જીવે તે કોણ છે?
આ હવાના વસ્ત્રને સીવે તે કોણ છે?

www.heenaparekh.com

પુષ્પ થૈને વૃક્ષડાળે હું ખીલી રહું;
મૂળભીનાં જળ સતત પીએ તે કોણ છે?

www.heenaparekh.com

હું મને પણ આયનામાં જોઈ ના શકું;
આંખની પાછળ રહી જુએ તે કોણ છે?

www.heenaparekh.com

હું પણછ ને હું જ પંખી, ડાળ છું અહીં;
બાણ થૈને લક્ષ્યને વીંધે તે કોણ છે?

www.heenaparekh.com

જિંદગી છે એક માયાવી હરણ સમી-
તર્જનીના ટેરવે ચીંધે તે કોણ છે?

www.heenaparekh.com

(આહમદ મકરાણી)

6 thoughts on “કોણ છે?

  1. હું જેને હું સમજું છું તે (દેહ) પ્રતિપળ મૃત્યુ પામી રહ્યો છે, ત્યારે જે ચિરકાળ છે તે કોણ છે? હૂં તો પુષ્પ થઈને ડાળે ઝૂલું છું પણ મારી ભિતર જે રસધાર જીવનની વહી રહી છે તે રસધાર પૂરનાર કોણ છે? આયનામાં તો આંખ થકી આ દેહ જ દેખાય છે પણ મારું અસલ સ્વરુપ જે છે તે જોનાર આંખ ક્યાં છે? શિકાર પણ હું અને શિકારી પણ હું જ છું અને આ જીવન માયા છે તો સતમાર્ગ ચીધનાર (ગુરુ) કોણ છે? ક્યાં છે?
    દરેક જીવ જાણતો હોય કે ન જાણતો હોય પણ દરેકની શોધ એકજ છે. પરમ સુખની કે પરમ શાંતિની. એ વાત અલગ છે કે એકને તે ધનમાં દેખાય છે બીજાને તે સુંદર સ્ત્રીમા અને ત્રિજાને તે મંદિર મસ્જીદમા કે પૂજા પાઠમાં. સત્ગુરુને આંખ ઓળખી નથી શક્તી અને આમ તેમ અથડાય કૂટાય છે. જેવી જીવની ગતી

  2. વાહ હીનાબેન,
    આજે મારા મિત્ર આહમદભાઈની સરસ ગઝલ લાવ્યા છો.
    એમની ગઝલમાં પરમતત્વનો ઉલ્લેખ ઘણી ગઝલોમાં વણાતો જોયો છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.