મને

By heenaparekh  

લીલુંછમ કોણે બતાવ્યું રણ મને ?

ઝાંઝવાથી થૈ ગયું સગપણ મને.

.

રૂપનું મેં પત્રમાં વર્ણન કર્યું,

પણ રિસાવાનું કહો કારણ મને.

.

પાછલા હું બારણેથી નીકળું-

તે છતાંયે દેખતું દર્પણ મને.

.

કેટલાં વરસો પછી આવું ઘરે,

ઓળખે છે ઊડતી રજકણ મને.

.

ક્યાંક તો ઘરમાં સમય ઊભો હશે,

છૂટીને એમાંથી વાગી ક્ષણ મને.

.

( મનીષ પરમાર )

Share

One Trackback

  1. [...] This post was mentioned on Twitter by Heena Parekh, Gujarati. Gujarati said: apanu.com મને – મોરપીંછ: By હિના પારેખ http://heenaparekh.com/2010/08/09/mane-2/. લીલુંછમ કોણે બતાવ્યું રણ મ… http://tinyurl.com/263paa2 [...]

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME