ચડી છે સહુને ખાલીપાની ખાલી…
નથી કોઈના ચહેરા ઉપર…
સ્મિત ભરેલી લાલી…!
.
હાય-વોયનાં જાળાંઓની વચ્ચે ગયાં ફસાઈ,
દુનિયા નાની થઈ, રચાઈ મનની ઊંડી ખાઈ,
છોળ છલોછલ સમૃદ્ધિની,
કિન્તુ સંકોચાઈ હ્રદયની પ્યાલી…
.
સૌ રંગોની અસલ ચમકની પરખ નથી પકડાતી,
ભીતરમાંયે તંગદિલી તો સદા રહે સૂસવાતી,
વાતવાતમાં નથી આપતું,
કોઈ હવે તો હસી હસીને તાલી…!
.
( યોસેફ મેકવાન )
Pingback: Tweets that mention ખાલીપાની ખાલી – મોરપીંછ -- Topsy.com
વાહ હીનાબેન,
યોસેફજીની સુંદર અર્થપૂર્ણ રચના લાવ્યા તમે…
વિચાર વૈભવ પણ સરસ છે – અભિનંદન.
very true…. heart touchy rachna… to pan suryakirano ni jem khali kahli tali aapnara mali rahe che etli santavna che..
sundar rachna..I was lucky to listen to him personally reading his own crations.