નિયતિ

By heenaparekh  

કદી તો નિરંતર તરસવું પડે છે,

કદી બસ અકારણ વરસવું પડે છે

.

કદી આશરો વન મહીંયે મળે છે,

કદી ઘર મહીં પણ રઝળવું પડે છે.

.

કદી તો મળે છે બધું આપમેળે,

કદી અંશ કાજે તલખવું પડે છે.

.

કદી તો ફળે છે અનાયાસ રસ્તા,

કદી હર કદમ પર ભટકવું પડે છે.

.

કદી હર જગા હોય છે એક આસન,

કદી આસનેથી ઊથલવું પડે છે.

.

( રાકેશ બી. હાંસલિયા )

Share

3 Comments

  1. Hemant Vaidya
    Posted August 12, 2010 at 11:30 am | Permalink | Reply

    સરસ રચના છે ….

    “”કદી આશરો વન મહીંયે મળે છે,
    કદી ઘર મહીં પણ રઝરવું પડે છે.”"

  2. Posted August 12, 2010 at 12:52 pm | Permalink | Reply

    મારો રાજકોટનો મિત્ર….રાકેશ હાંસલીયા,
    હવે એ નવોદિત નહીં પણ પાકટ કવિ બનવા અગ્રેસર થઈ રહ્યો છે – અહીં પ્રસ્તુત ગઝલ એની સાબિતી તરીકે લઈ શકાય એવી થઈ છે.
    અભિનંદન.

  3. Posted August 15, 2010 at 10:26 pm | Permalink | Reply

    મજાની રચના … બધા જ શેર ગમ્યાં. રાકેશભાઈને અભિનંદન.

One Trackback

  1. [...] This post was mentioned on Twitter by Heena Parekh, Gujarati. Gujarati said: apanu.com નિયતિ – મોરપીંછ: By હિના પારેખ http://heenaparekh.com/2010/08/12/niyati/. કદી તો નિરંતર તરસવું પડે… http://tinyurl.com/22wmhlq [...]

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME