ડગમગાવી જાય

By heenaparekh  

એક પળ એવી અકળ ક્યારેક આવી જાય,

જે અચળ શ્રદ્ધાશિખરને ડગમગાવી જાય.

.

કર્મ ને પુરુષાર્થની વાતો નિરર્થક સાવ,

ભાગ્ય જેને સાથ દે છે એ જ ફાવી જાય.

.

જ્યોત ફરતે હાથનાં રાખો રખોપાં તોય,

સહેજ સરખી લહેરખી દીપક બુઝાવી જાય.

.

ક્ષણ જીવી છો ને રહી, પણ શી રીતે સહેવાય,

જિંદગીને જે વ્યથા પળમાં જ તાવી જાય.

.

માનવી કઠપૂતળી ને આ જગત છે મંચ

કોણ નેપથ્યે રહી સૌને નચાવી જાય !

.

ના ફળે જે ઝંખના ‘બેજાન’ સમણામાંય,

બીજ એનું આંખમાં આ કોણ વાવી જાય !

.

( બેજાન બહાદરપુરી )

Share

5 Comments

  1. Posted August 17, 2010 at 3:35 pm | Permalink | Reply

    સરસ ગઝલ છે..બધાં શે’ર સરસ થયા..
    સપના

  2. bharat mehta
    Posted August 17, 2010 at 7:17 pm | Permalink | Reply

    heena med, plz mari dikri na lagna chhe ane ane evi kaik gift aapva mangu chhu jema shikhman pan hoy maro prm ane lad pan hoy ane bane kul ne deepave avi shikh pan hoy to su tame mane avi koi kavita ke patra lakhi ne mokli shako khara.

  3. Posted August 17, 2010 at 8:28 pm | Permalink | Reply

    માનવી કઠપુતળી, આ જગત છે મંચ..
    આ શે’ર બહુંજ ગમ્યો..આખી ગઝલ સુદર છે.

  4. Posted August 18, 2010 at 12:55 am | Permalink | Reply

    સરસ ગઝલ

  5. hemant Vaidya
    Posted August 20, 2010 at 5:20 pm | Permalink | Reply

    “”જ્યોત ફરતે હાથના રાખો રખોપા તોય,
    સહેજ સરખી લહેરખી દિપક બુઝાવી જાય,”"

    સરસ ગઝલ
    હેમન્ત્ વૈદ્ય

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME