બોલ હા કે ના

શ્વાસે-શ્વાસે એ જ અવઢવ, બોલ હા કે ના

શું પછી આ ભવ કે તે ભવ, બોલ હા કે ના

.

સાબિતી મારા સળગવાની નથી કોઈ

છે ધુમાડો પણ અસંભવ, બોલ હા કે ના

.

સૂર્ય આળોટ્યા કરે મારી પથારીમાં

રોજનો છે આ અનુભવ, બોલ હા કે ના

.

તારા દરિયાઓ એ તારું નામ બોળ્યું છે

મારું આ રણ મારું ગૌરવ, બોલ હા કે ના

.

તારું હોવું કે ન હોવું બેઉ સરખું છે

એ જ માતમ એ જ ઉત્સવ, બોલ હા કે ના

.

( ભાવેશ ભટ્ટ )

Share this

4 replies on “બોલ હા કે ના”

  1. વાહ….ભાવેશભાઇ!
    બોલ હા કે ના – જેવો સાવ નવો જ રદિફ આખી ગઝલને એક અલગ પ્રકારનું નાવિન્ય બક્ષી રહ્યો છે.
    -અભિનંદન.

  2. વાહ….ભાવેશભાઇ!
    બોલ હા કે ના – જેવો સાવ નવો જ રદિફ આખી ગઝલને એક અલગ પ્રકારનું નાવિન્ય બક્ષી રહ્યો છે.
    -અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.