અસ્તિત્વ

By heenaparekh  

તમસનો વટ રાજવી છે, સત્વને હું શું કરું?

પદાર્થોના ખડકલામાં તત્વને હું શું કરું?

.

લપેટી અદ્રશ્યદોરીથી, ફેંકી દીધો ઈશ્વરે

ચકરભમ્મર ઉપાધિમાં, સમત્વને હું શું કરું?

.

ચાલાકી-ચોરી-ફરેબી, હોશિયારી જોઈએ

આ થનગનાટે, આદર્શના જડત્વને હું શું કરું?

.

ખાલી હાથે આવી…મુઠ્ઠી ખોલીને જવાનું છે

ચહેરા-પૈસા-ઈચ્છાઓના મમત્વને હું શું કરું?

.

આટલા આતંક, પાગલપન અને ઘોંઘાટમાં

ખસીયાણાને છોભીલા એ, સ્વત્વને હું શું કરું?

.

(જયંત દેસાઈ)

Share

2 Comments

  1. Posted August 19, 2010 at 12:09 pm | Permalink | Reply

    નવતર કાફિયા અને એવો જ રદિફ… પ્રમાણમાં અઘરું પડે એવું કવિકર્મ અહીં સહજ અને સરસરીતે ઉજાગર થયું.
    અર્થના ઉંડાણને પણ સો સો સલામથી નવાજવું પડે એવું
    ઐશ્વર્યશાળી….
    -અભિનંદન.

  2. Posted August 19, 2010 at 7:17 pm | Permalink | Reply

    જયંતભાઈની સુંદર રચના વાચવા મળી..

One Trackback

  1. [...] This post was mentioned on Twitter by Heena Parekh, Gujarati. Gujarati said: apanu.com અસ્તિત્વ – મોરપીંછ: By હિના પારેખ http://heenaparekh.com/2010/08/19/astitva-2/. તમસનો વટ રાજવી છે,… http://tinyurl.com/2e4m5vo [...]

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME