અસ્તિત્વ

તમસનો વટ રાજવી છે, સત્વને હું શું કરું?

પદાર્થોના ખડકલામાં તત્વને હું શું કરું?

.

લપેટી અદ્રશ્યદોરીથી, ફેંકી દીધો ઈશ્વરે

ચકરભમ્મર ઉપાધિમાં, સમત્વને હું શું કરું?

.

ચાલાકી-ચોરી-ફરેબી, હોશિયારી જોઈએ

આ થનગનાટે, આદર્શના જડત્વને હું શું કરું?

.

ખાલી હાથે આવી…મુઠ્ઠી ખોલીને જવાનું છે

ચહેરા-પૈસા-ઈચ્છાઓના મમત્વને હું શું કરું?

.

આટલા આતંક, પાગલપન અને ઘોંઘાટમાં

ખસીયાણાને છોભીલા એ, સ્વત્વને હું શું કરું?

.

(જયંત દેસાઈ)

Share this

3 replies on “અસ્તિત્વ”

  1. નવતર કાફિયા અને એવો જ રદિફ… પ્રમાણમાં અઘરું પડે એવું કવિકર્મ અહીં સહજ અને સરસરીતે ઉજાગર થયું.
    અર્થના ઉંડાણને પણ સો સો સલામથી નવાજવું પડે એવું
    ઐશ્વર્યશાળી….
    -અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.