આ કબૂતરનું શું કરવું ભલા !

By heenaparekh  

આ કબૂતરનું શું કરવું ભલા !

છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગૂપચૂપ ગોઠવે તણખલાં

.

ચોક સમું ભાળે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતાં આવડે

આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતાં આવડે

ધીરેધીરે મુંઝારા ચણે જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાંનું ખરવું સમજાય છે

પોતીકાપણાના જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે

બારી પર સાંજ ઢળ્યે બેસીને ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

( સંદીપ ભાટિયા )

Share

3 Comments

  1. Hemant Vaidya
    Posted August 20, 2010 at 1:53 pm | Permalink | Reply

    સુંદર રચના છે .,

    ” બારી પર સાંજ ઢળ્યે બેસીને ડુંમાંના સુરજ ગણ્યા હશે કેટલા ”
    આ કબુતરનું શું કરવું ભલા !!!

    આ રચના જેમ સુંદર છે, એટલો જ સુંદર કબૂતરની છબી (ફોટો) છે.

  2. Posted August 20, 2010 at 4:20 pm | Permalink | Reply

    સુંદર રચના,

    આ કબૂતરને ચણ આપ્યા કરવા સિવાય કાંઈ કરી શકાય એમ છે ભલા !! બારી પર બેસીને ડૂંમાના સૂરજ આ હૈયામાં ભરાઈ રહેલી વાતો સિવાય કોણે ભાળ્યા હશે ??

    ખૂબ સુંદર રચના,

  3. Posted September 4, 2010 at 9:16 pm | Permalink | Reply

    અતી સુંદર ગીત

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME