વિચારોમાં

By heenaparekh  

વહી ગઈ જિંદગી થોડાઘણા સારા વિચારોમાં

કદી તારા વિચારોમાં કદી મારા વિચારોમાં

.

કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે

નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

.

બધાં દ્રશ્યો અને પાત્રો ક્રમાનુસાર બદલાતાં,

કરે છે કોણ નક્કી એમના વારા વિચારોમાં

.

સ્મરણ તારાં કદી ગુલમ્હોર પેઠે મ્હોરતાં લાગે

નસોમાં સ્થિર જાણે રક્તની ધારા વિચારોમાં

.

જગતમાં કોણ, ક્યારે, કેમ, કેવાં સ્વપ્નો સેવે છે

મને મળતા રહે છે રોજ વર્તારા વિચારોમાં

.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

Share

2 Comments

  1. Hemant Vaidya
    Posted August 23, 2010 at 11:22 am | Permalink | Reply

    ખરેખર સરસ !!!!

    “” વહી ગઇ જિદગી થોડાઘણા સારા વિચારોમા,
    કદી તારા વિચારોમા તો કદી મારા વિચારોમા”"

    હેંમન્ત વૈદ્ય

  2. Posted September 17, 2011 at 9:13 pm | Permalink | Reply

    સારી ગઝલ થઈ છે. પણ બીજો શેર વધારે ગમ્યો.

    કરીને આકરું તપ કોઈ અણનમ સ્થાન પામે છે
    નથી સાકાર બનતા ધ્રુવના તારા વિચારોમાં

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME