જીવું છું હું

By heenaparekh  

સીધી સાદી સમજણ વચ્ચે જીવું છું હું

જીવતરના એક વળગણ વચ્ચે જીવું છું હું

.

રોજ હું મારી જાતને એમાં જોતો રહું છું

એક મજાના દર્પણ વચ્ચે જીવું છું હું

.

મેલો-ઘેલો એટલે હું લાગું છું શાયદ

આપના પગની રજકણ વચ્ચે જીવું છું હું

.

ઉબડખાબડ રસ્તા વચ્ચે ચાલે ગાડું

ડગલે-પગલે અડચણ વચ્ચે જીવું છું હું

.

શબ્દોની છે ભીંત છાપરું શબ્દોના દરવાજા

શબ્દોના ઘર આંગણ વચ્ચે જીવું છું હું

.

રોજ કવિતા સપનામાં પણ મળવા આવે

એક મુલાયમ સગપણ વચ્ચે જીવું છું હું

.

પળ પળ ખ્યાલ હું રાખું છું આ તાલમેલનો

‘હમદમ’ ધારાધોરણ વચ્ચે જીવું છું હું

.

( તુરાબ ‘હમદમ’ )

Share

2 Comments

  1. Posted August 30, 2010 at 11:44 am | Permalink | Reply

    તુરાબભાઈની ઘડીયાળનાં કાંટાની જેમ ટક ટક – ટકોરાબંધ ગઝલ.
    ખૂબજ સરસ ભાવ જળવાયો છે
    -અભિનંદન.

  2. Posted September 14, 2010 at 6:16 am | Permalink | Reply

    તુરાબભાઈની ઘણિ સરસ ગઝલ!રોજ કવિતા સપનામા મળવા આવે..એ લાઇન ગમી ગઈ
    સપના

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME