બે વિનાશક જાતકકથા-હિમાંશુ પટેલ

(૧)

એક વખત એક શહેર હતું,

જાગ્યું તો લોથલ નામે ઓળખાયું.

પછી ખોતરી ખોતરી શહેર ફરી શોધાયું,

એ પણ લોથલ જેવું જ દેખાયું.

આપણને પણ વેઈટર જેવી જ ટેવ છે-

ધોઈ ધોઈ એક જ કપમાં કોફી ભર્યા કરીએ છીએ.

.

(૨)

દરેક ભાષામાં,

એક વખત શબ્દો રહેતા હતા,

દરેક શબ્દ

અમે ભાષા જાણીએ છીએ એવો

નાસિકાગત અથવા બહુવ્રીહિ દાવો પણ માંડે.

એક શબ્દ સાવ ટાઢો,

બીજો લવચીક રૂપાળો,

ત્રીજો તડકે તસતસતો સ્તનશો અંદરથી,

એક સર્બિયામાં બોલાય

અને બીજો ભારતમાં:

છતાં કહે એવું,

મૃત્યુ તમારો અનુભવ છે,

અમે તો કેવળ ઉચ્ચાર છીએ.

.

( હિમાંશુ પટેલ )

3 thoughts on “બે વિનાશક જાતકકથા-હિમાંશુ પટેલ

  1. સરસ કાવ્ય………

    પહેલા કાવ્યનો કટાક્ષ “આપણને વેઈટર જેવી ટેવ …..
    ધોઇ ધોઇ એકજ કપમા ચા કે કોફી ભર્યા કરીએ……””

    હેમંત વૈદ્ય..

  2. હિમાંશુભાઈનું ભાષાકર્મ, વૈશ્વિક અધ્યાસો અને આધુનિક શૈલીથી એમણે બ્લોગજગતમાં સાવ નોખું પ્રદાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.