ગુલઝારના લઘુકાવ્યો

હાર્ટ બાય પાસ

.

એ હોસ્પિટલમાં

બધું જ છે

નિષ્ણાત ડોક્ટરો પણ છે

શ્વાસો મશીન દ્વારા ચાલ્યા કરે છે

બોટલોથી રક્ત મળ્યા કરે છે

આંખો બદલવા માટે

ચક્ષુબેંક છે !

હે ઈશ્વર !

હું હાર્ટ બાય પાસ કરાવી રહ્યો છું

બધા ડોક્ટર છે

પોતાનું કામ જાણે છે બધા

એવી ખાસ આવશ્યકતા નથી તારી

પણ

તું છે તો આવજે

પાસે બેસજે, વાતો કરીશું !

.

ZEROX

.

ઝેરોક્ષ કરાવીને રાખી છે શું રાત્રી એણે ?

પ્રત્યેક રાત્રે એ જ નકશો અને તારક બિંદુઓ

પ્રત્યેક રાત્રે એ જ સરકતા ગ્રહોની લિપિ

એ જ રહસ્ય અને એ જ જાદુ

પ્રત્યેક રાત્રે એ જ તારકો પર

ડગ મૂકી મૂકીને અહીં સુધી આવું છું

આકાશના નોટિસબોર્ડ પર કેમ

દરરોજ એ જ લટકાવેલી હોય છે ?

ઝેરોક્ષ કરાવીને રાખી છે શું રાત્રી એણે !

.

( ગુલઝાર, અનુ. હનીફ સાહિલ )

Share this

8 replies on “ગુલઝારના લઘુકાવ્યો”

  1. સરસ લઘુકાવ્ય,

    ઝેરોક્ષ કરાવીને રાખી … શૂ રાત્રી એને !!!!!

    હેમંત વૈદ્ય….

  2. સરસ લઘુકાવ્ય,

    ઝેરોક્ષ કરાવીને રાખી … શૂ રાત્રી એને !!!!!

    હેમંત વૈદ્ય….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.