ફરતી કાંટાળી વાડ કરે

By heenaparekh  

ફરતી કાંટાળી વાડ કરે,

સગપણ આવાં પણ લાડ કરે.

.

બાળક જેવું આ સૂનું મન,

સાંઠકડી રોપી ઝાડ કરે.

.

ક્યારેક નરી આ એકલતા,

ટોળાં જેવી રંજાડ કરે.

.

તું ફૂલ હશે ભૂલી જઉં છું,

ઝરણાં વ્હેતાં તો પહાડ કરે.

.

મિસ્કીન ઊંચાઈ માપ નહીં,

શું બાવળ કે શું તાડ કરે.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share

2 Comments

  1. Posted September 7, 2010 at 10:16 am | Permalink | Reply

    સુંદર ગઝલ! પહેલો, ત્રીજો અને છેલ્લો શેર બહુ સરસ થયા છે.

  2. Posted September 7, 2010 at 8:26 pm | Permalink | Reply

    ટૂંકી બહેરની સુંદર ગઝલ…

    ગાગા ના આવર્તનો સુંદર લાગે છે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME