બેઠા છો

By heenaparekh  

નથી ઝગતી કદી એવી કલમ પકડીને બેઠા છો

અને દીવાસળી આખો વખત પકડીને બેઠા છો.

.

સરસ ગીતો, અછાંદાસ જેવા માણસ ઝંખે છે તમને;

તમે તમને જ ગમતી એક ગઝલ પકડીને બેઠા છો.

.

હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે;

હકીકતમાં વિવશ થઈને સ્મરણ પકડીને બેઠા છો.

.

યશસ્વી હો કે યાચક હો તમારી પીડ ઈચ્છા છે;

તમે હર રૂપમાં એક જ રટણ પકડીને બેઠા છો.

.

જનમને તો તમે જૈવિક અકસ્માત જ કહો છો ને;

તમારા નામની સાથે અટક પકડીને બેઠા છો.

.

તમે જે બસમાં બેઠા છો એ વાતાનુકૂલિત છે પણ;

નથી એ જાણ કે ખોટી સડક પકડીને બેઠા છો.

.

ઊછળતું કૂદતું ગમતું હતું એ એટલે અશરફ !

પલાંઠી આંગણે વાળી હરણ પકડીને બેઠા છો.

.

( અશરફ ડબાવાલા )

Share

One Comment

  1. Posted September 14, 2010 at 11:08 pm | Permalink | Reply

    વાહ…!
    જનાબ અશરફભાઇએ બેઠા છો રદિફ સાથે કાફિયાનો ચોટદાર સમન્વય સાધીને સુંદર ગઝલ આપી…
    કોઇ એક શેરને અલગ તારવવો કઠીન થઈ પડે એવી આખીનેઆખી ગઝલ ધારદાર થઈ છે.
    -બહુજ ગમી.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME