કોણ આપશે ?

લયબદ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?

સર્જનના નામે એવી દશા કોણ આપશે ?

.

ચિક્કાર બસમાં પહેલાં ચડી જા તું અબઘડી,

વિચારજે પછી કે જગા કોણ આપશે.

.

મેં શું ગુનો કર્યો છે મને ખબર નથી,

છે એટલી ખબર કે સજા કોણ આપશે.

.

કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,

અંદર તને જવાની રજા કોણ આપશે ?

.

આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,

મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?

.

( અશરફ ડબાવાલા )

One thought on “કોણ આપશે ?

  1. શ્રી અશરફભાઈની સરસ ગઝલ લાવ્યા હીનાબેન…
    બહુજ માર્મિક અને ચિક્કાર બસમાં પહેલા ચડી જવાના શેરમાં નવિન કલ્પન પણ ગમ્યું.
    અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.