શૂન-ચોકડી રમતાં રમતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
વળ ચઢાવી વાતો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
૯-૧૫ની ટ્રેન પકડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
બાજી હારી પાછા ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
દર્પણના નગરોમાં ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
ખુદની સામે ખુલ્લાં પડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
ભીડ વચાડે રસ્તો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
ખોવાયેલો ચહેરો જડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
મહેરામણથી બહાર નીકળતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
સામે પૂરે તરતાં તરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
સપનાંના ઓશીકે સૂતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
બિસ્તર ઉપર પડખાં ઘસતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
ખાલીપાને ભરતાં ભરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
આદિલજીને સ્મરતાં, સ્મરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા
.
[ આદિલ સાહેબની સ્મૃતિને અર્પણ ଓ]
.
( હરિહર જોશી )
Pingback: Tweets that mention ઝળઝળિયાંએ ઘેરી લીધા – મોરપીંછ -- Topsy.com