લાગે છે મને

By heenaparekh  

મારી જ શ્રદ્ધાનો હવે એ જાદુ લાગે છે મને

કે લીમડો કડવો હવે આ સ્વાદુ લાગે છે મને

.

જો ભીતરે ઊતરી જતું ગત જન્મ જેવું આ નગર

કોઈ ગઝલના શેર જેવું દાદુ લાગે છે મને

.

તારાં સ્મરણનાં ડાકુ મનના ડુંગરા ઘમરોળતા-

ને આંસુના અસવાર પ્રસંગો કાદુ લાગે છે મને

.

આ શ્વાસ મારા સ્થળ-સમયની સોગઠાંબાજી જ છે !

અર્થાત મારું જીવવું આ પ્યાદું લાગે છે મને

.

દિવાસળી પેટાવીને બેસી રહો મનવા ! તમે

જીવી જવાનું એ જ સૂત્ર સાદું લાગે છે મને

.

( જયેન્દ્ર શેખડીવાળા )

Share

One Comment

  1. Posted September 24, 2010 at 9:56 am | Permalink | Reply

    શ્રી જયેન્દ્રભાઈની સુંદર ગઝલ.

One Trackback

  1. [...] This post was mentioned on Twitter by Heena Parekh, Gujarati. Gujarati said: apanu.com લાગે છે મને – મોરપીંછ: By હિના પારેખ http://heenaparekh.com/2010/09/24/lage-chhe-mane-2/. મારી જ શ… http://tinyurl.com/25g9st5 [...]

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME