સાહિબ-ત્રિપદી

By heenaparekh  

(૧)

.

સાહિબ, આપો એવી માળા

એક સામટાં ઉઘાડે એ નાનાં મોટાં તાળાં.

.

ટાઢ-તાપ વેઠીને નાહક ઊભે મારગ ભટક્યાં !

પડતાં ને આખડતાં તોયે ક્યાંય કદી ના અટક્યાં !

.

નજર પડે ત્યાં રુદિયાં કેવાં થૈ જાતાં રઢિયાળાં !

સાહિબ આપો એવી માળા.

.

એક અગોચર તંતુથી ભમતા જીવને બાંધો.

ફાટેલા જીવતરનું વસ્તર હળવે રહીને સાંધો.

.

મધરાતે સૂરજ ઊગે ને થાય બધે અજવાળાં !

સાહિબ, આપો એવી માળા.

.

( નીતિન વડગામા )

Share

3 Comments

  1. Posted October 2, 2010 at 9:57 am | Permalink | Reply

    વાહ, ખૂબ સરસ,

    એક સામટા ઉઘડે એ નાના મોટા તાળા…

    સુંદર વિચાર

  2. Sharad Shah
    Posted October 4, 2010 at 3:55 pm | Permalink | Reply

    નીતિનભાઈને સલામ. હ્રદય જયારે પરમાત્મા માટે તડપે ત્યારે જ આવું સર્જન થાય છે. હિનાબેન નીતિનભાઈની બીજી રચનાઓ પણ પીરસતા રહેજો.

    • Posted October 4, 2010 at 8:30 pm | Permalink | Reply

      સાહિબ ત્રિપદીની બીજા નંબરની કવિતા અન્ય બ્લોગ પર પ્રસિદ્ધ થઈ ગઈ હોવાથી મારી સાઈટ પર મૂકી નથી. લીંક આપું છું. આપ માણી શકશો. http://aasvad.wordpress.com/2009/10/31/433/

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME