નાની અમથી વાતમાં સરહદ ચણાતી જાય છે
બાકીનું બધું રાબેતા મુજબ થાય છે
.
જાળ નજરોની બહુ લાંબે સુધી ફેલાય છે
બાકીનું બધું રાબેતા મુજબ થાય છે
.
શાંત પાણીમાંય હોડી ધમપછાડા ખાય છે
બાકીનું બધું રાબેતા મુજબ થાય છે
.
હર ક્ષણે પંખીની ખાલી આંખ ક્યાં વીંધાય છે !
બાકીનું બધું રાબેતા મુજબ થાય છે
.
વર્ષો પછી સંબંધનાં વસ્ત્રો ય સંકોચાય છે
બાકીનું બધું રાબેતા મુજબ થાય છે
.
જળ નથી ત્યાં જળ, ક્ષિતિજે લ્હેરાતું દેખાય છે
બાકીનું બધું રાબેતા મુજબ થાય છે
.
( હરિહર જોશી )
બાકી બધુ રાબેતા મુજબ થાય છે..હરીહર જોશી ની સુદર વાત લઈને આવ્યા છો..આભાર.
બાકી બધુ રાબેતા મુજબ થાય છે..હરીહર જોશી ની સુદર વાત લઈને આવ્યા છો..આભાર.