આ અમરફળને અડકવાની તલપ ક્યાં હોય છે
આપણી જિજીવિષા એવી પ્રબળ ક્યાં હોય છે
.
મેં રમતમાં ને રમતમાં શબ્દ ઉછાળ્યો હતો
શોધવા નીકળી પડ્યો પણ જળકમળ ક્યાં હોય છે
.
જળમાં ઊંડે જઈને બસ એટલું જાણી શક્યા
માછલીને મન કશુંયે તળ અતળ ક્યાં હોય છે
.
પોતપોતાની પરકમા લઈને સહુ ઘૂમ્યા કરે
બેસવું ધૂણી ધખાવીને સરળ ક્યાં હોય છે
.
તારી ઝોળીમાં કયું ફળ છે હે બાવા ભરથરી
લાખ બાણું માળવાની પણ મમત ક્યાં હોય છે
.
( અરવિંદ ભટ્ટ )
મત્લાના શે’ર ચોટ્દાર છે અને સાચીવાત છે કોને એવી પ્રબળ જીજિવિષા હોય છે?
સપના
વાહ ભટ્ટજી….
સરસ વાત વણાઇ છે ગઝલમાં.
માછલીવાળો શેર વધારે ગમ્યો.
સરસ ગઝલ.