આયના ફૂટ્યા

By heenaparekh  

કોઈ મારું ન થયું કોઈ સંબંધો ન તૂટ્યાં,

ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યાં.

.

કોઈ ગોફણના જાણે હોઈએ અમે પથ્થર,

ક્ષણોના હાથમાંથી રોજ એ રીતે છૂટ્યાં.

.

લો આવજો મલશું સ્મરણના મેળામાં,

એક તો દૂરનાં સગપણ અને અંજળ જ્યાં ખૂટ્યાં.

.

ખબર ન રહી કે આરપાર જઉં છું વીંધાતો,

ફૂલ આવેશમાં આવીને કેટલાં ચૂંટ્યાં?

.

ભરીને ખોળામાં એની કરચ ગણું સપનાં,

એના હાથેથી જે મિસ્કીન આયના ફૂટ્યા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share

2 Comments

  1. Posted October 7, 2010 at 10:12 am | Permalink | Reply

    કવિશ્રી’મિસ્કીન’ની વાહ…! ના ઉદગાર આપમેળે સરી પડે એવી સુંદર ગઝલ….
    ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યા..-બહુ ગમ્યું આ કલ્પન.

  2. વજેસિંહ પારગી
    Posted October 8, 2010 at 11:56 am | Permalink | Reply

    સરસ ગઝલ।

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME