આયના ફૂટ્યા

કોઈ મારું ન થયું કોઈ સંબંધો ન તૂટ્યાં,

ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યાં.

.

કોઈ ગોફણના જાણે હોઈએ અમે પથ્થર,

ક્ષણોના હાથમાંથી રોજ એ રીતે છૂટ્યાં.

.

લો આવજો મલશું સ્મરણના મેળામાં,

એક તો દૂરનાં સગપણ અને અંજળ જ્યાં ખૂટ્યાં.

.

ખબર ન રહી કે આરપાર જઉં છું વીંધાતો,

ફૂલ આવેશમાં આવીને કેટલાં ચૂંટ્યાં?

.

ભરીને ખોળામાં એની કરચ ગણું સપનાં,

એના હાથેથી જે મિસ્કીન આયના ફૂટ્યા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share this

4 replies on “આયના ફૂટ્યા”

  1. કવિશ્રી’મિસ્કીન’ની વાહ…! ના ઉદગાર આપમેળે સરી પડે એવી સુંદર ગઝલ….
    ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યા..-બહુ ગમ્યું આ કલ્પન.

  2. કવિશ્રી’મિસ્કીન’ની વાહ…! ના ઉદગાર આપમેળે સરી પડે એવી સુંદર ગઝલ….
    ડાળખી સાવ લીલી રહી અને પર્ણો ન ફૂટ્યા..-બહુ ગમ્યું આ કલ્પન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.