એક અનોખો દિવસ Oct29 આજે આખો દિવસ બહાર ફરતો રહ્યો, છતાં કોઈ દુર્ઘટના ના ઘટી. આજે આખો દિવસ લોકોને મળતો રહ્યો, છતાં ક્યાંય અપમાનિત ન થયો. આજે આખો દિવસ સાચું બોલતો રહ્યો, છતાં કોઈને ખરાબ ન લાગ્યું. આજે બધા પર વિશ્વાસ મૂક્યો, છતાંય ક્યાંય ન છેતરાયો, અને સૌથી મોટો ચમત્કાર તો એ કે ઘરે પાછા આવીને મેં કોઈ બીજાને નહીં, પોતાને જ પાછો આવેલો જોયો. . ( કુંવર નારાયણ, મૂળ કૃતિ : હિન્દી, અનુવાદ : હિના એન. સોની )
સરસ, ખરેખર અનોખી ક્રુતિ…….
હેમન્ત વૈદ્ય