એકવેરિયમની ગઝલ

By heenaparekh  

ચોતરફ જળ છે કે મૃગજળ માછલી મૂંઝાય છે

કાચના ઘરમાં પળેપળ માછલી મૂંઝાય છે

.

આટલો બંધિયાર, છીછરો હોય દરિયો શી રીતે ?

સહેજ ડૂબકીમાં મળે તળ માછલી મૂંઝાય છે

.

છીપલાં, શેવાળ, પરપોટા બધું હાજરાહજૂર

ને છતાં આભાસ કેવળ માછલી મૂંઝાય છે

.

દોડતા રહેવું સતત ને પહોંચવું ના ક્યાંય પણ

આ સફર તો છે નર્યું છળ માછલી મૂંઝાય છે

.

પારદર્શક કેદની આગળ જગત કેવું હશે ?

વ્યર્થ કરવી રોજ અટકળ માછલી મૂંઝાય છે

.

( ઉર્વીશ વસાવડા )

Share

2 Comments

  1. Posted November 8, 2010 at 9:12 am | Permalink | Reply

    ઉર્વીશભાઈ, આ તો બરોબર અમારા કોર્પોરેટ જગતને બંધ બેસે એવી રચના લઇ આવ્યા છો બોસ્સ!

  2. Posted November 10, 2010 at 12:01 am | Permalink | Reply

    superb…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME