માણસ-નીતિન વડગામા

By heenaparekh  

ગ્રહણ કરે છે ગમતું

પડતો ને આખતો માણસ ક્યાં મૂકે છે નમતું !

.

બંધ આંખથી રોજ દેખવું હોય એટલું દેખે,

ખુલ્લી આંખે દેખાતી દુનિયાને કદી ઉવેખે !

સમય સાચવી એક રમકડું કેવું રમતું-જમતું !

ગ્રહણ કરે છે ગમતું.

.

બેઠો બેઠો ખાય બગાસું, ઝંખે તોય પતાસું,

ફોગટ આશા ફળે નહિ તો મન થઈ જતું ત્રાંસુ,

સૂરજ ઊગે, અને રૂપાળું સપનું તો આથમતું !

ગ્રહણ કરે છે ગમતું.

.

( નીતિન વડગામા )

Share

One Comment

  1. Posted November 17, 2010 at 1:49 pm | Permalink | Reply

    કવિશ્રી નિતીન વડગામાની કસાયેલ અને ઘડાયેલ કલમે સુંદર માવજત વડે ગઝલને નિખારી છે- સરસ.
    પ્રથમ બંધમાં,પડતો પછી આખડતો હોવું જોઇએ.
    ટાઇપિંગ એરર…!

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME