માણસ-નીતિન વડગામા

ગ્રહણ કરે છે ગમતું

પડતો ને આખતો માણસ ક્યાં મૂકે છે નમતું !

.

બંધ આંખથી રોજ દેખવું હોય એટલું દેખે,

ખુલ્લી આંખે દેખાતી દુનિયાને કદી ઉવેખે !

સમય સાચવી એક રમકડું કેવું રમતું-જમતું !

ગ્રહણ કરે છે ગમતું.

.

બેઠો બેઠો ખાય બગાસું, ઝંખે તોય પતાસું,

ફોગટ આશા ફળે નહિ તો મન થઈ જતું ત્રાંસુ,

સૂરજ ઊગે, અને રૂપાળું સપનું તો આથમતું !

ગ્રહણ કરે છે ગમતું.

.

( નીતિન વડગામા )

Share this

2 replies on “માણસ-નીતિન વડગામા”

  1. કવિશ્રી નિતીન વડગામાની કસાયેલ અને ઘડાયેલ કલમે સુંદર માવજત વડે ગઝલને નિખારી છે- સરસ.
    પ્રથમ બંધમાં,પડતો પછી આખડતો હોવું જોઇએ.
    ટાઇપિંગ એરર…!

  2. કવિશ્રી નિતીન વડગામાની કસાયેલ અને ઘડાયેલ કલમે સુંદર માવજત વડે ગઝલને નિખારી છે- સરસ.
    પ્રથમ બંધમાં,પડતો પછી આખડતો હોવું જોઇએ.
    ટાઇપિંગ એરર…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.