વાત બસ રહી-હરકિસન જોષી

By heenaparekh  

યાત્રા જીવનની એટલે આવી સરસ રહી,

તારા મિલનની દિલને બરાબર તરસ રહી.

.

એને વિતાવવાનું પણ ભારે થઈ પડ્યું,

દુ:ખની ઘડીઓ આમ તો બેપાંચ દસ રહી.

.

તો પણ જુઓને કેટલા તરસ્યા જતા રહ્યા,

વરસાદ સાથે વાઝડી વરસોવરસ રહી.

.

સૌને નિમિત્ત રાખી તમે સાચવ્યો મને,

જીવી જવાયું આમ બસ આભારવશ રહી.

.

અસ્તિત્વ સાથે વિશ્વ સમેટાઈ ગયું લ્યો,

હોવું અહીં તો આખરે એક વાત બસ રહી.

.

( હરકિસન જોષી )

Share

One Comment

  1. Posted November 20, 2010 at 8:17 pm | Permalink | Reply

    કવિશ્રી હરકિસન જોશીએ સરસ ગઝલ આપી,
    અંતિમ શેરનો ભાવ ઘણું ઊંડાણ લઈને પ્રગટ થયો.
    -અભિનંદન.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME