તડકો ભલે ને – સાહિલ

By heenaparekh  

શિર ઉપર તડકો ભલે ને ધોમ છે

ફૂલથી લથબથ ભીતરની ભોમ છે.

.

કોઈ પણ વાતે નથી એ માનતી

કામનાની શું હઠીલી કોમ છે.

.

આહુતિ સુખની સતત માંગ્યા કરે

આપણો અવતાર છે કે હોમ છે.

.

એટલે તો હોઉં છું મદહોશ હું

છે હવા સાકી ને શ્વાસો સોમ છે.

.

તોય ઈર્ષા બેઉ જગ કરતાં રહ્યાં

સાહ્યબીમાં તો અમારે ઓમ છે.

.

પાર એનો પામશું કેવી રીતે !

આંખમાં આખ્ખુંય ‘સાહિલ’ વ્યોમ છે.

.

( સાહિલ )

Share

3 Comments

  1. વજેસિંહ પારગી
    Posted November 21, 2010 at 4:25 pm | Permalink | Reply

    આહુતિ સુખની સતત માગ્યા કરે
    આપણો અવતાર છે કે હોમ છે.
    બહુ સરસ

  2. Posted November 21, 2010 at 4:46 pm | Permalink | Reply

    સુંદર રચના !

  3. Posted November 21, 2010 at 9:55 pm | Permalink | Reply

    કવિશ્રી સાહિલની સુંદર ગઝલ લાવ્યા તમે….-અભિનંદન.
    સુખની આહુતિવાળો શેર વધારે ગમ્યો.
    જોકે આપણો અવતાર છે કે હોમ છે પછી પ્રશ્નાર્થચિહ્ન મૂકવું જોઇએ,મને એવું લાગે છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME