http://heenaparekh.com/2010/11/23/e-j-sapna-churchur/
જીવ પેઠે જાળવ્યાં’તાં એ જ સપનાં ચૂરચૂર,
એ કયું વહેતું ઝરણ અટક્યું કે દરિયા ચૂરચૂર.
.
સાવ સાચું છે કશું સાચું નથી આ વિશ્વમાં,
સંત, તારી જેમ છે મારીય ઈચ્છા ચૂરચૂર.
.
સાતસો વાનાં કર્યાં, આકાશના તારા ધર્યા,
તોય આંખોની અડોઅડ સાત પગલાં ચૂરચૂર.
.
રાજિયો તો કૈં જ સિરિયસલી કદી લેતો નથી,
થઈ ગયા ‘રાજેશ’ના એકેક ચહેરા ચૂરચૂર.
.
( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )



2 Comments
સરસ ગઝલ ..સપના ચૂર ચૂર ..મકતા શેર ખૂબ સરસ.
સપના
સરસ ગઝલના મક્તામાં કવિના રમતિયાળ ટચનો અનુભવ કર્યો….