http://heenaparekh.com/2010/12/04/liftman/
તે
એકલો માણસ
ઘણા મહિનાઓથી
અમને સૌને-
આ આખા એપાર્ટમેન્ટના રહેવાસીઓને
રોજ
સવારે- બપોરે- સાંજે- રાત્રે
લઈ જતો અસંખ્ય વાર
ઉપર નીચે…
પણ
અમે બધા
-૬૫ ફ્લેટના આટલા બધા રહેવાસીઓ
ભેગા મળીને પણ
તેને એક જણને
એક વખત પણ
નથી લાવી શક્યા ત્યારથી નીચે
જ્યારથી તે ગયો છે
ઉપર…
.
( પરાગ મ. ત્રિવેદી )



One Comment
આ એક એવી વ્યક્તિ જેની નોધ ભાગ્યેજ લેવાય,
સરસ કૃતિ ………..