તું હવે મને જોઈ શકતી નથી-ચીનુ મોદી Dec6 તું હવે મને જોઈ શકતી નથી સ્પર્શી શકતી નથી સૂંઘી શકતી નથી સાંભળી શકતી નથી તું હવે મને સંભારી પણ શકતી નથી તું વિમુખ થઈ મારાથી દૂર જવા એક એક ડગ માંડે છે અને મારી ત્વચા ઊતરડાય છે હું કણસું છું – હું ચીસું છું – હું ચીખું છું પણ – હું હજી તને જોઈ શકું છું સ્પર્શી શકું છું સૂંઘી શકું છું સાંભળી શકું છું અને તને સ્મરીને જલ્પું છું – આમ – તું મારે માટે ત્વચા અને હું તારે માટે કેવળ વસ્ત્ર વસ્ત્રની જેમ મનથી ખરો ઉતારી દીધો તેં મને……. . ( ચીનુ મોદી )