કોઈ શું કરે?-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાત વરસોથી સતત જો હોય કોઈ શું કરે?

પાંડુ-સમ શાપિત જગત જો હોય કોઈ શું કરે?

.

કોઈની કેવળ રમત જો હોય કોઈ શું કરે?

ને રમકડું આ જગત જો હોય કોઈ શું કરે?

.

આંખ કોરી રાખવાની સારવાના આંસુઓ,

કોઈની આવી શરત જો હોય કોઈ શું કરે?

.

જીવવું રોકાઈ જાતું, મોતથી છેટું પડે,

યાદ તાજી હર વખત જો હોય કોઈ શું કરે?

.

મન વગર તો એક પળ પણ જીવવું અઘરું સદા,

એ જ પાછું જડભરત જો હોય કોઈ શું કરે?

.

(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share this

2 replies on “કોઈ શું કરે?-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.