હોય છે-દિનેશ ડોંગરે ‘નાદાન’

By heenaparekh  

રેત-મૃગજળ, રણ-હરણ સૌ-સૌની કિસ્મતમાં હોય છે.

જેવી જેની હોય દાનત એવી બરકત હોય છે.

.

કોઈ મધદરિયે ડૂબે ને કોઈ કિનારે ડૂબે,

ખેલ એનો, એની દોરી એની કરવત હોય છે.

.

આંખ સામે બળતું ઘર નિર્લેપ થઈ જોયા કરું,

શ્વાસનું હોવુંય કેવું સાવ જડવત હોય છે.

.

આ કટોકટ દોરડા પર વાંસ લઈને ચાલવું,

અંતમાં તો આય સઘળી વ્યર્થ કસરત હોય છે.

.

ઉંબરો ઓળંગવાની શક્યતા ના હોય પણ-

ભાગ્યમાં ઓળંગવા ‘નાદાન’ પર્વત હોય છે.

.

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

Share

2 Comments

  1. Posted December 12, 2010 at 5:14 pm | Permalink | Reply

    વાહ…!
    ‘નાદાન’ની સુંદર અર્થસભર ગઝલ લાવ્યા હીનાબેન…
    -અભિનંદન.
    અને
    કવિશ્રી તથા તમને મારી નવી પોસ્ટ થયેલી ગઝલો માણવા
    http://www.drmahesh.rawal.us પર પધારવા નિમંત્રણ.

  2. Posted December 13, 2010 at 12:01 am | Permalink | Reply

    very nice gazal.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME