આ અવસરે…-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

By heenaparekh  

બહાર ભીતર ઝળહળું…

હું મને હરપળ મળું…

.

આંગણું આકાશનો ટુકડો બને,

યાદ તારી સાંકળું…

.

‘ચાલ ભૂલીને બધું મળીએ ફરી’

શબ્દ કોના સાંભળું…

.

સાવ પથ્થરનો હતો, આ દેહ પણ,

જળ સમો કાં ખળખળું?

.

આવ, કે આવ્યો છે આ અવસર ફરી,

તું બની હું નીકળું…

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

Share

2 Comments

  1. Posted December 25, 2010 at 12:45 pm | Permalink | Reply

    કવિશ્રી’મિસ્કીન’ની સુંદર ગઝલ.
    અંતિમ શેરની,તું બની હું નીકળું-વાતનું ઊંડાણ સ્પર્શી ગયું.
    અભિનંદન.

  2. Posted December 25, 2010 at 11:33 pm | Permalink | Reply

    હીનાબેન.
    મોરપીંછના રંગબેરંગી પીંછા સમ અવનવા સુંદર કાવ્યોની છટા માણવાની મઝા આવે છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME