નામ તું લેતો નહીં-અશરફ ડબાવાલા

By heenaparekh  

ધેનનું કે જાદવાનું નામ તું લેતો નહીં,

સ્વપ્નમાં છો, જાગવાનું નામ તું લેતો નહીં.

.

મન વગર પહોંચી ગયો છો ત્યાં જ ધામો નાખ તું,

ભૂલથી પણ માળવાનું નામ તું લેતો નહીં.

.

બે ઘડી તું એની સાથે ગેલ કર કે રમ જરા,

પણ પવનને પાળવાનું નામ તું લેતો નહીં.

.

હોડી ને દરિયા વિષે રમખાણો ચાલે છે સતત,

અ નગરમાં ખારવાનું નામ તું લેતો નહીં.

.

કોઈ અંગત કારણોસર જે તને સૌથી ગમે,

એ ગઝલને છાપવાનું નામ તું લેતો નહીં.

.

( અશરફ ડબાવાલા )

Share

6 Comments

  1. Posted January 3, 2011 at 10:00 am | Permalink | Reply

    કવિશ્રી અશરફભાઈની ગઝલોમાં રદિફ અને કાફિયાનું નાવિન્ય અને એ બન્નેનું ખૂબીપૂર્વકનું સાયુજ્ય,ઉડીને આંખે વળગે એવું હોય છે.
    પ્રસ્તુત ગઝલ પણ એકદમ જાનદાર થઈ છે.

  2. વિહંગ વ્યાસ
    Posted January 3, 2011 at 3:30 pm | Permalink | Reply

    ખુબજ સુંદર ગઝલ.

  3. Posted January 3, 2011 at 11:20 pm | Permalink | Reply

    નવા વર્ષની શુભેચ્છા !

    સુંદર રચના !

    આભાર !

  4. Posted January 4, 2011 at 6:24 am | Permalink | Reply

    ખુબ સરસ ધન્યાદ

  5. Posted January 4, 2011 at 7:59 am | Permalink | Reply

    કોઈ અંગત કારણોસર જે તને સૌથી ગમે,
    એ ગઝલને છાપવાનું નામ તું લેતો નહીં …

    વાહ .. મજાનો શેર.

  6. Posted January 4, 2011 at 8:26 pm | Permalink | Reply

    હિનાબહેન,
    નવા વર્ષની શુભેચ્છાઓ.
    શ્રી શરફ ડબાવાલાની આ રચના ગમી. છેલ્લો શેર ખૂબ જ મજાનો.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME