ગઝલ ગુચ્છ-૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે અઢી અક્ષર એ અક્ષર મોકલું છું,

સાત ઊછળતા સમંદર મોકલું છું.

.

રાતભર વાગે એ જંતર મોકલું છું,

પાંપણે પોંખેલ ઝરમર મોકલું છું.

.

આપણી વચ્ચેનું અંતર મોકલું છું,

બે’ક છે પ્રશ્નો અનુત્તર મોકલું છું.

.

સેંકડો સૂરજ કમળની જેમ ઊગે,

એ જ સ્મરણોનું સરોવર મોકલું છું.

.

કોણ સમજાવી શકે તારા વિશે કૈં ?

વાટ જોતાં આંખ, ઉંબર મોકલું છું.

.

આ વળી કેવી ઊલટ મિસ્કીન મનને,

જે કંઈ સુંદર-અસુંદર મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

Share this

4 replies on “ગઝલ ગુચ્છ-૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન””

  1. ‘મિસ્કીન’ની ગઝલોમાં રદિફ અને કાફિયાનું નાવિન્ય,એ એમનું ઉડીને આંખે વળગે એવું જમા પાસું રહ્યું છે.
    અભિવ્યક્તિનું ઉંડાણ તો આગવી ઓળખ છે જ….
    -સરસ ગઝલ.

  2. ‘મિસ્કીન’ની ગઝલોમાં રદિફ અને કાફિયાનું નાવિન્ય,એ એમનું ઉડીને આંખે વળગે એવું જમા પાસું રહ્યું છે.
    અભિવ્યક્તિનું ઉંડાણ તો આગવી ઓળખ છે જ….
    -સરસ ગઝલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.