થઈ ગયું આંગણ સમજણું મોકલું છું,
બહાવરું બેચેન હરણું મોકલું છું.
.
લાગતું છો સાવ તરણું, મોકલું છું,
આખરી પળનું છે શરણું મોકલું છું.
.
કે દિવસ ફરશે એ આશે કૈંક રાતો,
જાગતું બેઠેલ શમણું મોકલું છું.
.
નામ પડતાં પહાડ તોડી નીકળ્યું છે,
શબ્દનું આ એ જ ઝરણું મોકલું છું.
.
સાચવ્યું “મિસ્કીન” તરસી આંખ લઈને,
નભ અષાઢી નીલવર્ણું મોકલું છું.
.
( રાજેશ વ્યાસ “મિસ્કીન” )
સરસ ગઝલગુચ્છ.
સરસ ગઝલગુચ્છ.
શ્રી હિનાબહેન
વાહ – રાજેશ મિસ્કીન ના ગઝલ ગુચ્છ મજાના છે. આમ જ ગમતાનો ગુલાલ કરતા રહેજો.
શ્રી હિનાબહેન
વાહ – રાજેશ મિસ્કીન ના ગઝલ ગુચ્છ મજાના છે. આમ જ ગમતાનો ગુલાલ કરતા રહેજો.