યુનો, ન્યૂયોર્ક, તમે, અને…

.

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે એક ઉંદરની હત્યા કરતાં

પકડાઈ જાઓ તો

તમને જેલમાં જવું પડે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

તમે ૧૦,૦૦,૦૦૦ કે

૨૦,૦૦,૦૦૦ મનુષ્યો

(જી હા, ખરેખર મનુષ્યો)ની

કત્લેઆમમાં સંડોવાયેલા હો તો

તમારે

ફાઈવસ્ટાર હોટેલના કોન્ફરન્સ

હોલમાં

યુદ્ધવિરામ અને શાંતિ માટેની

વાટાઘાટોમાં ભાગ લેવો પડે.

.

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે એક મરેલી મરઘી

ઉકરડે નાખતાં પકડાઈ જાઓ તો

તમને હાથકડી પહેરાવવામાં આવે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

હજારો બાળકોના લોહીથી

તમારા હાથ ખરડયેલા હોય તો

તમને સ્વચ્છ નેપકિન

આપવામાં આવે.

.

યુનોની વડી કચેરી ધરાવતા

ન્યૂયોર્કમાં

તમે તમારા જ મૂત્રનો

નિકાલ કરતા ઝડપાઈ જાઓ તો

તમને પચાસ ડોલરનો

દંડ કરવામાં આવે

પણ…

બોસ્નિયા કે રવાન્ડામાં

તમે લાખ્ખો નિર્દોષોના

લોહીની નદીઓ વહાવો તો

તેમાં શાંતિના ઠરાવના

કાગળની હોડીઓ

તરાવવામાં આવે.

.

( આદિલ મન્સૂરી )

2 thoughts on “યુનો, ન્યૂયોર્ક, તમે, અને…

  1. હમારા ખૂન ખૂન હૈ ઔત તુમ્હારા ખૂન પાની
    અમેરીકન અમૂલ્ય છે – અને બીજા બધાં ધૂળ જેવા
    – એક દિવસ આ વીચારસરણીની આકરી કિંમત તેમને ચૂકવવી પડશે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.