અમને મળ્યો છે – ઉર્વીશ વસાવડા

By heenaparekh  

ફરી એ જ પડકાર અમને મળ્યો છે

નવો એક અવતાર અમને મળ્યો છે

.

ફક્ત એક પળ જ્યાં કરી બંધ આંખો

અજબ તેજ ઝબકાર અમને મળ્યો છે

.

સતત ચાલવાનું, ઘડીભર વિસામો

તસુ કે ન તલભાર, અમને મળ્યો છે

.

અરીસાની ઓકાત શું કે બતાવે

અદીઠો જે શણગાર અમને મળ્યો છે

.

ન સમજાયું શાને અમારા જ ઘરમાં

અતિથિનો સત્કાર અમને મળ્યો છે

.

પછી એ લખાયું ગઝલના સ્વરૂપે

અગમનો જે અણસાર અમને મળ્યો છે

.

( ઉર્વીશ વસાવડા )

Share

2 Comments

  1. Posted February 5, 2011 at 9:34 pm | Permalink | Reply

    Beautiful

  2. Posted February 5, 2011 at 10:29 pm | Permalink | Reply

    ઉર્વીશ ભાઈની ખૂબજ સુંદર (રચના) ગઝલ !

    જેમાં દરેક શેરમાં પોતાનો અલગ અલગ ભાવ જોવા મળે છે.

    આભાર !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME