http://heenaparekh.com/2011/02/06/prem-karvo/
પ્રેમ કરવો એ એક ઘટના છે
પણ ઘટનામાં પણ ઘટના છે
તમને તો અવ કાંઈ કશું નહીં
ને અમને તમારી રટના છે.
.
તમે બુદ્ધિથી બધુંય માપો
અમને લાગણીઓનો છાક
અમને જોઈએ ધોધમાર
ને તમને ઝંખના હોય જરાક
પાગલ અમે ભટકીએ
તમારા પંથ બધા વહીવટના છે.
.
તમે શાંત સરોવર
એમાં અમે ઊછળતી નૌકા
તમને વ્હાલું મૌન ને અમને
જોઈએ ટહુકેટહુકા
તમે વેદ પુરાણ
અમારા સ્કંધ બધા ભાગવતના છે.
.
( નિમેષ ચોકસી )



2 Comments
ખુબ સરસ અભિવ્યક્તિ
સરસ
વેગ વગરના આવેગ
તેમો ભરતી ઓટ નાં ઉછેર
પરાણે તાલ કે લયમો ,પ્રેમને,ઝબોળ
આ,વેગ વગરના આવેગ