ભૂલી ગયો છું તરતાં, દરિયો તરી તરીને;
ચહેરો ભૂલી ગયો છું, દર્પણ ધરી ધરીને.
.
સાકી નથી, ન મયકશ, પ્યાલા હવે નથી એ;
પીતા હતા અમે જે પ્યાલા ભરી ભરીને.
.
થોડાં સવાલ ઉત્તર આપી દીધા અમે પણ;
ડગલું હવે શું ભરવું અમથું ડરી ડરીને ?
.
માનવ થયો છું આખર માનવ બનાવજે તું;
થાકી ગયો છું નવલાં રૂપો ધરી ધરીને.
.
ખીલ્યા પછીનું ખરવું કોણે લખી દીધું છે ?
ફરિયાદ કૈં કરે છે ફૂલો ખરી ખરીને.
.
( આહમદ મકરાણી )
બહુજ સુંદર
હવે તો ઘાવ ખાઈ ખાઈ ને ચામડીએ રીઢી થઇ ગઈ છે
મિત્રકવિશ્રી,આહમદભાઇની સરસ ગઝલ માણવા મળી.