આગવા બેત્રણ અભાવો – કરસનદાસ લુહાર

By heenaparekh  

થૈ જવા તરબોળ તડકે મ્હાલવાદેજે મને !

રણ વચોવચ રૂખડાશો ફાલવા દેજે મને !

.

ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે

આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને !

.

આમ તો હું ભાવથી ભરચક સતત છું તે છતાં

આગવા બેત્રણ અભાવો સાલવા દેજે મને !

.

આ સફર છે આખરે મારાથી તે તારા સુધી;

એ જ રસ્તે મન મૂકીને ચાલવા દેજે મને !

.

હું જ છું, ના હું નથી, કોઈ નથી કૈં પણ નથી;

શૂન્યના મબલખ આ મેળે મ્હાલવા દેજે મને !

.

( કરસનદાસ લુહાર )

Share

5 Comments

  1. વિહંગ વ્યાસ
    Posted February 17, 2011 at 2:37 pm | Permalink | Reply

    સુંદર ગઝલ.

  2. Posted February 17, 2011 at 4:06 pm | Permalink | Reply

    શ્રી કરશનદાસ લુહારની રચના માં કવિની સ્વનિર્ભર થવાની જે લાગણી છે તેને તેણે ખૂબજ વેધક રીતે રજૂ કવા કોશીશ કરેલ છે.

    સુંદર રચના !.

  3. Sharad Shah
    Posted February 17, 2011 at 4:22 pm | Permalink | Reply

    શૂન્યના મેળે મહાલવા તો શૂન્ય થવું પડે. પણ આપણને તો ઝીરો(શૂન્ય) થવાં કરતાં હીરો થવામાં રસ વધુ હોય છે.

  4. praheladprajapati
    Posted February 20, 2011 at 8:48 am | Permalink | Reply

    એક અલગ માટી નોકાવી

  5. vajesinh pargi
    Posted February 28, 2011 at 6:02 pm | Permalink | Reply

    સરસ ગઝલ.
    ક્યાં સુધી આધાર મારો તું થવાનો દોસ્ત હે
    આંગળી મારી હવે તો ઝાલવા દેજે મને.
    આખરે માણસે પોતાના પગ પર ઊભા રહેવાનું હોય છે. આપ સમાન બળ નહીં એ કહેવત પણ આ શેરમાં સાર્થક થતી લાગે છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME